EIGHT EYES PRODUCTION HOUSE

ગુજરાતની જાણીતી પ્રોડક્શન હાઉસ એઈટ આઈસ પ્રોડક્શન ના બેનર હેઠળ ગુજરાતી સેલિબ્રિટી પ્રીમિયર લીગનું આયોજન

ગુજરાતની જાણીતી પ્રોડક્શન હાઉસ એઈટ  આઈસ પ્રોડક્શન ના બેનર હેઠળ ગુજરાતી સેલિબ્રિટી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે આ કાર્યક્રમની ઓક્શન ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે અમદાવાદ ખાતે આ કાર્યક્રમની ગ્રાન્ડ લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના જાણીતા કલાકારો ની હાજરીથી આ કાર્યક્રમ શોભી રહેશે. ગુજરાતના જાણીતા સુપરસ્ટાર હિતેનકુમાર આ કાર્યક્રમના મેન્ટોર છે અને મલ્હાર ઠાકર અને આરોહી પટેલ પણ બ્રાન્ડ એમ્બેસેડોર છે. આજની આ લોન્ચિંગ ઇવેન્ટમાં આ કલાકારોની સાથે ગુજરાતી મનોરંજન જગત સાથે જોડાયેલા અન્ય કલાકારો પણ ખાસ ઉપસ્થિત રહેશે.આ ગુજરાત ની સૌપ્રથમ એક એવી ઇવેન્ટ છે જેમાં ગુજરાતી કલાકારોને એક મંચ પર લાવી અને ગુજરાત ના જાણીતા ફિલ્મ બનાવવાના અનુભવી નિર્દેશકો મળી ને અલગ અલગ શહેરોના પ્રતિનિધિત્વ કરી ને આપણું પોતીકું ગુજરાતી ભાષા નું ફિલ્મ બનાવશે અને જે ફિલ્મો ને ગુજરાત ના જાણીતા ફિલ્મ નિષ્ણાંતો ની ટીમ દ્વારા સિલેક્ટ કરવામાં આવશે, આ ફિલ્મોના પ્રીમિયર પણ યોજાશે અને સારી ફિલ્મોને નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મુકવામાં આવશે. આ ફિલ્મો 20 મિનિટની રહેશે જે આપણી ભાષામાં હશે અને સારા વિષય સાથે યોગ્ય સંદેશ આપતી ફિલ્મો બનાવવામાં આવશે. આ ઇવેન્ટ 4 મહિના ચાલશે જેમાં નિર્દેશકો દ્વારા કલાકારો, દિગ્દર્શકો, સંગીતકાર, અને ટેક્નિકલ ટીમ ની પસંદગી આજના આ ઓક્શન ઇવેન્ટમાં કરશે જેમાં નીચે મુજબની નિર્દેશકોની ટીમ પુરા ગુજરાતમાંથી હાજર રહેશે અને કલાકારોની યોગ્ય કિંમત કરીને પોતાના નવા પ્રોજેક્ટના શ્રી ગણેશ કરશે.ભાગ લેનાર ટીમ અને શહેરના નામ નીચે પ્રમાણે છે. 1. અમદાવાદ :- “અમે અમદાવાદી” 2. વડોદરા :- “વર્ષેટાઇલ વડોદરા” 3. કચ્છ :- “કિંગ્સ ઓફ કચ્છ” 4. ભાવનગર :- “ભાવભીનું ભાવનગર” 5. જામનગર :- “જોરદાર જામનગર” 6. રાજકોટ :- “રંગીલું રાજકોટ” 7. સુરત:- “સુપરસ્ટાર સુરત” 8. મહેસાણા :- “મનમોજી મહેસાણા”ઉપરોક્ત 8 ટીમો અલગ અલગ શહેરોના પ્રતિનિધિત્વ કરશે અને જેના વચ્ચે જામશે ગુજરાતી કલાકારો નો કાફલો અને નિર્માણ પામશે સુંદર ફિલ્મો.