EIGHT EYES PRODUCTION HOUSE

ગુજરાતી મુવીના સુપરસ્ટાર કલાકાર મમતા સોની ભાવનગરમાં


https://youtu.be/IulAFlRKqWk?si=cXS1BDagEdwyXixi 


આજ રોજ eight eyes production house દ્વારા તેમની આવનાર ફિલ્મ ટ્રેલર લોન્ચ કર્યું છે.  

ફિલ્મ નાં પ્રમોશન નાં ભાગ રૂપે આજ રોજ આ ફિલ્મ નાં કલાકારો મમતા સોની, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુચા અને તૃપ્તિ જાંબુચા એ મુલાકાત લીધેલ હતી.

વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગદર્શિત આ ફિલ્મ માં પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોની એ મુખ્ય ભૂમિકા ભજવેલ છે. સાથે સાથે અન્ય મુખ્ય ભૂમિકા માં જાણીતા કલાકારો અદી ઈરાની, ઊમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, ભાવેશ નાયક, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુચા, નીલ જોશી, જુનિયર દિલીપકુમાર, પ્રતીક વેકરીયા અને તૃપ્તિ જાંબુચા એ અભિનય નાં ઓજસ પાથર્યા  છે.

ફિલ્મ નું સંગીત અનવર શેખ અને જીમી ત્રજકારે આપ્યું છે અને ગીતો રાજા હસન, મયુર ચૌહાણ, જય ચાવડા અને દેવાંશી શાહે ગાયા છે.

સ્ત્રી સશસ્ત્રિકરણ અને સાહસ જેવા વિષય પર કેન્દ્રિત આ ફિલ્મ ની વાર્તા પરેશ ભટ્ટ અને વિપુલ જાંબુચા એ લખી છે જેને ધ્રુવ ભાટિયા એ કેમેરા માં કંડારી છે.

વિપુલ જાંબુચા, તૃપ્તિ જાંબુચા અને શિવાની ભરવાડ દ્વારા નિર્મિત આ ફિલ્મ 20 સપ્ટેમ્બર નાં રોજ  સિનેમા ઘરો માં રિલીઝ થશે એવું કહેવા માં આવી રહ્યું છે...


તો આ ફિલ્મ સફળ રહે તેવી શુભકામનાઓ...