EIGHT EYES PRODUCTION HOUSE

પ્રતિકાર ફિલ્મ નો પ્રીમિયર શો યોજાયો

ગઈકાલે વરસતા વરસાદમાં એક જોરદાર ગુજરાતી ફિલ્મ વિપુલભાઈ ની *પ્રતિકાર* રિલીઝ થઈ હતી જેના ધમાકેદાર પ્રીમિયર માટે આમંત્રણ હતું. 

સ્પેશિયલ આભાર શ્રી વિપુલભાઈ જાંબુઝા અને મનન દવે. 

 ફિલ્મના મુખ્ય કલાકારો હાજર રહ્યા હતા. કેક કાપીને ઉમંગભેર ઘણા બધા કલાકારો તથા આમંત્રિત મહેમાનો સાથે ફિલ્મ બધાએ ખૂબ માણી અને ખૂબ વખાણી ,

  • • • • થોડી વાત કરીએ ફિલ્મ વિશે • • • • 

 મમતા સોની સૌ પ્રથમ વાર એક રાધા ના ઇમેજ કેરેક્ટર માંથી બહાર નીકળી ને જોરદાર એક નારી શક્તિ તરીકે મેઈન રોલ કરી રહી છે,  એટલે એક અલગ ઇન્તઝારી પ્રેક્ષકોને આ નવા સ્વરૂપમાં જોવાની હોય જ, સ્વભાવિક છે, ફિલ્મની માવજત દરેક રીતે અદભુત કરવામાં આવી છે,  ડાયલોગ, મ્યુઝિક,  સિનેમેટોગ્રાફી, લાઇટિંગ,  તમામ ટેકનિકલ પાસા ઉત્કૃષ્ટ છે, 

 એક રોમેન્ટિક સોંગ મમતા સોની અને ઉમંગ આચાર્ય નૂ સરસ મજાનું ફિલ્મમાંકન કર્યું છે, દરેક કલરની સીફોન ની સાડીમાં, એટલે યશ ચોપરાની યાદ તો આવે જ,,,  શર્મિલા ટાગોર થી જુહી ચાવલા સુધી.. હંમેશા ફિલ્મ ડિરેક્ટરની મનપસંદ સીફોન સાડી....

 ફિલ્મમાં કોઈપણ રીતે બોલીવુડ થી ઉતરતી લાગતી નથી. પ્રતિકાર નું પોસ્ટર જોતા એકવાર સુજાતા મહેતાની યાદ જરૂર આવી જાય . સ્ટોરી બહુ જ સરસ પરફેક્ટ લખવામાં આવી છે. મમતા સોની એમના ભાગે જે કંઈ પણ ડાયલોગ છે, એ એમના શબ્દો જ ડાયલોગ બની જાય, કેમકે એમની ભાષા ઉપરની પકડ સારી છે. એમના અવાજમાં ગુજરાતી ભાષા ગુજરાતી જ લાગે, સાંભળવી ગમે, માણવી ગમે , રાજકોટની, કાઠીયાવાડની, આવો અલગ અલગ જોવા મળતો નથી, પરફેક્ટ ગુજરાતી લાગશે... 

 બાકી રહેલ દરેક કલાકારો પોતપોતાનું વર્ક અને રોલ પરફેક્ટ નિભાવ્યો છે, નામ નીચે મેન્શન છે, ઇન્ટરવલ પછી ફિલ્મ વધારે સારી બની છે, અને એક સુંદર મજાનો મેસેજ સાથે ક્લાઈમેક્સ જોવાની વધુ મજા આવે છે, અને સાથે એક ઇન્તઝારી પણ આપે છે, તો જલ્દીથી ફુલ ફેમિલી સાથે ખાસ પ્રતિકાર ફિલ્મ જોઈ આવજો, bookmyshow પર અવેલેબલ છે,, 

 ફિલ્મ પૂરી થયા પછી વિપુલભાઈ નું એક ખાસ મેસેજ હતો કે આપણે રૂરલ અને અર્બન ના ભેદ માંથી બહાર નીકળી જઈએ, શહેર અને ગામડા ને અલગ અલગ જોડવાનું બંધ કરી દઈએ, આપણે જ આપણી ભાષામાં આવા ભાગ પાડીએ એ બરાબર નહીં, એટલે જ હમણાં એક એવી ફિલ્મ બનાવવાની હિંમત કરી છે, જેના તમામ કલાકારો રૂરલ ગુજરાતી ફિલ્મ ના હોય,  આમ તો કલાકાર કલાકારો જ હોય પણ એક મેસેજ સાથે ફિલ્મ બનાવી એમની આ હિંમત ને લોકોએ ખૂબ આવકારી કે અર્બન સ્ટોરી હોય તો પણ આ કલાકારો કેટલું ઉત્કૃષ્ટ કામ કરી શકે છે, માટે કલાકારોને કોઈ લેબલ આપવું નહીં, આ એક શ્રેષ્ઠ વર્ક કહી શકાય તેવી ફિલ્મ રહી આશા છે આપણા ભેદભાવને ભૂલીને જ ફિલ્મ જોવા જઈશું. 

 હિતેનકુમાર ,@Hitan Hiten Kumaar  થી લઈને તમામ ગુજરાતી કલાકારોએ વખાણી જ ફિલ્મને જોવા જવાનું અભિવાદન કર્યું છે.. તો આપણે તો જોવી જ રહી..

 ફરી એકવાર ફિલ્મ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા

પી.આર તરીકે મનનભાઈ દવે. તેમના સુંદર વર્ગ બદલ ખુબ ખુબ શુભેચ્છા