આજ રોજ eight eyes production house દ્વારા તેમની આવનાર ફિલ્મ નું પોસ્ટર લોન્ચ થયું છે.
વિપુલ jambucha દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગદર્શિત આ ફિલ્મ માં પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોની એ મુખ્ય ભૂમિકા ભજવેલ છે. સાથે સાથે અન્ય મુખ્ય ભૂમિકા માં જાણીતા કલાકારો અદી ઈરાની, ઊમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, ભાવેશ નાયક, પ્રકાશ મંડોરા, વિપુલ jambucha, નીલ જોશી, જુનિયર દિલીપકુમાર, પ્રતીક વેકરીયા અને તૃપ્તિ jambucha એ અભિનય નાં ઓજસ પાથર્યા છે.
ફિલ્મ નું સંગીત અનવર શેખ અને જીમી ત્રજકારે આપ્યું છે અને ગીતો રાજા હસન, મયુર ચૌહાણ, જય ચાવડા અને દેવાંશી શાહે ગાયા છે.
સ્ત્રી સશસ્ત્રિકરણ અને સાહસ જેવા વિષય પર કેન્દ્રિત આ ફિલ્મ ની વાર્તા પરેશ ભટ્ટ અને વિપુલ jambucha એ લખી છે જેને ધ્રુવ ભાટિયા એ કેમેરા માં કંડારી છે.
વિપુલ jambucha, તૃપ્તિ jambucha અને શિવાની ભરવાડ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ સપ્ટેમ્બર મહિના માં સિનેમા ઘરો માં રિલીઝ થશે એવું કહેવા માં આવી રહ્યું છે...