EIGHT EYES PRODUCTION HOUSE

ગુજરાત ટુરિઝમ અને Eight Eyes Production House દ્વારા બે દિવસ ગુજરાતી કલાકારો માટે એક ખાસ પ્રવાસીય આયોજન

January 25, 2023, Muskan News

ગુજરાત ટુરિઝમ અને 08 Eyes Production House દ્વારા બે દિવસ ગુજરાતી કલાકારો માટે એક ખાસ પ્રવાસીય આયોજન કરવામાં આવ્યું હતું..આવો વઘુ જાણીએ ગુજરાત રાજ્યના કલાકારો જોડેથી..

ગત રવિવારે ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રાયોજીત અને 8 Eyes Production House દ્વારા આયોજીત કાર્યક્રમ ‘ઢોલિવૂડઝ ટ્રીપ ઓફ શિવરાજપુર બીચ’ માં ફિલ્મ જગત ના જાણીતા કલાકારો,કસબીઓ તથા સોશ્યિલ મીડિયા સ્ટારો સાથે સમય વિતાવવાનો લાભ મળ્યો. બે દિવસ ના આ પ્રવાસ માં દ્વારકા, શિવરાજપુર બીચ તથા નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાનો મોકો મળ્યો અને સૌ સાથે મોજ મસ્તી માં બે દિવસ નો સમય કેમ પસાર થઇ ગયો કંઈ ખબર ના પડી. સફરનો થાક થાકની જગ્યાએ રહ્યો અને મોજ મોજ ની જગ્યાએ. નવા લોકો અને નવી પ્રતિભાઓ સાથે વિચારો ની આપ-લે હોય કે અરવિંદ વેગડા જેવા જાણીતા કલાકાર જોડે હાલ ની પરિસ્થિતિ ની ચર્ચા એ બંનેનો અનુભવ સુખદ રહ્યો. 

સૌને રોજિંદી લાઈફ માંથી થોડો સમય કાઢી ને માનસિક તણાવ દૂર કરવાથી લઈને, નવા વિકસિત પર્યટન સ્થળો ની મુલાકાત કરવાની તથા નવા મિત્રો બનાવવા સુધી ની જે તક આ કાર્યક્રમ થકી મળી એ ખરેખર અદભુત હતી.

ગુજરાત ટુરિઝમ દ્વારા આવા જ કાર્યક્રમો થતા રહે અને કલાકાર જગત ના કસબીઓને પ્રોત્સાહન મળતું રહે તેવી અપેક્ષા રાખવામાં આવી…આયોજન કર્તા અને પ્રોડ્યુસર સાહેબ શ્રી એ સમગ્ર ન્યુઝ કવર કરવા બદલ મુસ્કાન ન્યૂઝનો આભાર માન્યો.

https://muskannews.com/gujarat-tourism-and-08-eyes-production-house-organized-a-special-tour-for-gujarati-artists-for-two-days/

January 25, 2023, Muskan News